National

ઉત્તરાખંડમાં બોલેરો જીપ ખીણમાં ખાબકતા 8 લોકોના મોત

ઉત્તરાખંડમાં બોલેરો જીપ ખીણમાં ખાબકતા 8 લોકોના મોત

- ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના બેતાલઘાટ વિકાસ બ્લોકના ઉંચકોટ વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત

- બોલેરાના ચાલકે ગાડી ઓવરસ્પીડ ચલાવી હતી જેના લીધે સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા બોલેરો  200 મીટર ખીણમાં ખાબકી હતી

નૈનીતાલ, મંગળવાર

    ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના બેતાલઘાટ વિકાસ બ્લોકના ઉંચકોટ વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત  થયો હતો, જેમાં કુલ 8 લોકોના મોત થયા હતા. બેતાલઘાટ બ્લોકના ઉંચકોટના મલ્લગાંવમાં મોડી રાત્રે નેપાળ મૂળના લગભગ 10 લોકોને ટનકપુર લઈ જતી બોલેરોનો અકસ્માત સર્જાયો હતો.બોલેરાના ચાલકે ગાડી ઓવરસ્પીડ ચલાવી હતી જેના લીધે સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા બોલેરો  200 મીટર ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતની જાણ થતા પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે અંધારાના કારણે રેસ્ક્યુમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ કોઈક રીતે તમામ મૃતદેહો અને ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલમાં મોત થયું હતું. સમગ્ર ઘટના વિસ્તારમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર 

    પ્રાપ્ત માહિતી અનુસાર બેતાલઘાટ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અનીશ અહેમદે જણાવ્યું કે રાજેન્દ્ર કુમાર મોડી રાત્રે ઉંચકોટના મલ્લગાંવથી પોતાની બોલેરોમાં નેપાળ મૂળના 10 લોકોને લઈને ટનકપુર જઈ રહ્યા હતા. આ દરમિયાન બોલેરો બેકાબૂ બનીને 200 મીટર ઉંડી ખીણમાં પડી હતી. માહિતી મળતાં જ બેતાલઘાટ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરી હતી, જેમાં ડ્રાઈવર સહિત 8 લોકોના મોતની પુષ્ટિ થઈ હતી. હાલમાં આ જ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

    તમામ મૃતકો, નેપાળ મૂળના રહેવાસીઓ, જલ જીવન મિશન હેઠળ ઉંચકોટ આવ્યા હતા, જેમાં આજે તમામ લોકો કામ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. વાહન પડવાનો અવાજ સાંભળી આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ અને પ્રશાસનને પણ અકસ્માત અંગે જાણ કરવામાં આવી હતી. આ પછી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો 
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ઉત્તરાખંડમાં બોલેરો જીપ ખીણમાં ખાબકતા 8 લોકોના મોત