Gujarat

ગુજરાત માલધારી મહાપંચાયતે માલધારી સમાજને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અપીલ કરી

ગુજરાત માલધારી મહાપંચાયતે માલધારી સમાજને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અપીલ કરી

- લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલા વિવાદ પર નિવેદનને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે

- ગુજરાત માલધારી મહાપંચાયત દ્વારા માલધારી સમાજને ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં મતદાન કરવા માટે પણ અપીલ 

અમદાવાદ, રવિવાર 

  રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલા વિવાદ પર નિવેદનને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. હવે ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ છે ત્યારે સમગ્ર માલધારી સમાજ પણ ભાજપ વિરુદ્ધ ક્ષત્રિય સમાજને ટેકો આપી રહ્યો છે. ક્ષત્રિય અને માલધારી સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અપીલ કરી રહ્યાં છે. ગુજરાત માલધારી મહાપંચાયત દ્વારા માલધારી સમાજને ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

 ગુજરાત માલધારી મહાપંચાયત સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ક્ષત્રિયો સમાજની અસ્મિતાની લાગણીને માન ના આપીને ભાજપ દ્વારા રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રુપાલાની ટિકિટ રદ્દ કરવામાં આવી નથી. ગુજરાત શહેરી ઢોર નિયંત્રણ કાયદો-2022 લાવવામાં આવ્યો, જેમાં શહેરી વિસ્તારમાં માલિકની ઘર આંગણેથી ગેરકાયદેસર પશુ પડાવવાની પ્રવૃત્તિ બંધ કરવા બદલ તેમજ ખોટા કેસ કરવા બદલ અને માલધારી સમાજની બહેન દીકરીઓ પર અત્યાચાર કરવામાં આવ્યો. શહેરમાં ઘાસચારો આવવા દેવામાં આવતો નથી.ઉપરાંત દેવોગીર બરડા આલેચના માલધારીઓના 17551 કુટુંબોને ST દરજ્જુ બાબત હોય તેમજ માલધારી-ગોપાલક મંડળીઓને મતનો અધિકાર જે રદ કરવામાં આવ્યો છે. આ દરેક કારણોને લીધે માલધારી મહાપંચાયત માલધારી સમાજને આહવાન કર્યું છે કે, માલધારી સમાજ ભાજપને મત નહી આપે અને કોગ્રેસ તથા આમ આદમી પાર્ટીને મત આપવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે માલધારી સમાજે અપીલ કરી છે અને ક્ષત્રિય સમાજને તેમના આંદોલનમાં ટેકો જાહેર કરી ભાજપ વિરુદ્ધ મતદાન કરવા જણાવ્યું છે.ગુજરાત માલધારી મહાપંચાયત સમિતિના પ્રમુખ નાગજી દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સરકાર દ્વારા ઢોર નિયંત્રણ કાયદો લાવવામાં આવ્યો છે. પશુપાલકોને હેરાન કરી ગૌચરની જમીન ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવી છે. પશુપાલકો પોતાના ઘર આંગણામાં પણ પશુ ન રાખી શકે. ઢોર નિયંત્રણ કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે રોડ પર આવતા પશુઓને પકડે તેમાં કોઈ વાંધો નથી પરંતુ, ઘરઆંગણે બાંધેલા પશુઓ લઈ જવામાં આવે છે. પશુપાલનનો વ્યવસાય બંધ કરી ઉદ્યોગપતિઓને જમીન વેચી દીધી છે, જેના ભાગરૂપે પશુપાલકોએ આ વખતે ભાજપને મત નહીં આપવા માટે માલધારી મહાપંચાયત દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ગુજરાત માલધારી મહાપંચાયતે માલધારી સમાજને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અપીલ કરી