District

ઓઢવમાં લગ્નના છ મહિના બાદ પતિએ પત્નીને ત્રાસ આપવાનું શરૂ કર્યુ

ઓઢવમાં લગ્નના છ મહિના બાદ પતિએ પત્નીને ત્રાસ આપવાનું શરૂ કર્યુ

- દારૂ પીને ઘરે આવતા પત્નીએ પૂછતા ફટકારી, સાળો અને સસરા સમજાવતા જતા તેમને પણ માર માર્યો
- પત્નીએ પતિ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી

અમદાવાદ, રવિવાર 

  ઓઢવમાં લગ્નના છ મહિના બાદ પતિ પત્નીને નાની-નાની બાબતોમાં ત્રાસ આપવા લાગ્યો હતો. તેમજ પતિ દારૂ પીને ઘરે આવ્યો ત્યારે પત્નીએ કેમ દારૂ પીધો પૂછતા ફટકારી હતી. જેથી પત્નીએ તેના ભાઇ અને પિતાને જાણ કરતા તેઓ ઘરે આવીને જમાઇને સમજાવતા હતા તે સમયે જમાઇએ ઉશ્કેરાઇને સસરા અને સાળાને માર માર્યો હતો. આ અંગે પત્નીએ પતિ સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

  ઓઢવમાં 29 વર્ષીય પિન્કીબેન ઝા પરિવાર સાથે રહે છે. તેમના લગ્ન વર્ષ 2015માં ઓમપ્રકાશ ઝા સાથે થયા હતા. લગ્નના છ મહિના બાદ પતિ અવારનવાર પત્નીને ઘરકામ જેવી નાની-નાની બાબતે બોલાચાલી કરીને ઝઘડો કરતો હતો. પરંતુ ઘરસંસાર ન બગડે તે માટે પત્ની બધુ સહન કરતી હતી. ગત 29 એપ્રિલે મહિલા તેના ઘરે હતી ત્યારે રાત્રીના સમયે પતિ દારૂ પીને ઘરે આવ્યો હતો. જેથી પત્નીએ કેમ દારૂ પીધો છે કહેતા પતિએ ઝઘડો કરીને ફટકારી હતી. જેથી પત્નીએ તેના ભાઇ અને પિતાને ફોન કરતા તે ઘરે આવીને પતિને સમજાવતા હતા ત્યારે પતિએ ઉશ્કેરાઇને સસરા અને સાળા સાથે મારામારી કરી હતી. બૂમાબૂમ થતા આસપાસના લોકોએ છોડાવ્યા હતા. તેમજ ઇજાગ્રસ્ત સસરા અને સાળાને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા. આ અંગે પત્નીએ પતિ સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

નિકોલમાં પત્નીએ બાળકોને દાદી સાથે લઇ જવાની ના પાડતા પતિએ ફટકારી 
  નિકોલમાં 25 વર્ષીય ધારાબેન પીપરોતર સિલાઇકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 3 મેના દિવસે મહિલા ઘરે હતી ત્યારે પતિ રાજુભાઇએ જણાવ્યુ કે હું બાળકોને લઇને માતાના ઘરે જાઉ છુ કહેતા પત્નીએ કહ્યુ કે મારે સાસુ સાથે નથી બનતુ અને મારા બાળકો ત્યાં નહિ જાય કહેતા જ પતિએ બિભત્સ ગાળો બોલીને લાકડીથી ફટકારી હતી. બૂમાબૂમ થતા આસપાસના લોકો આવી જતા પતિ ત્યાંથી નાસી ગયો હતો. તેમજ ઇજાગ્રસ્ત મહિલાને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. આ અંગે પત્નીએ પતિ સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

આડા ધંધા કરે છે તેવી ખોટી શંકા રાખી પતિએ પત્નીને છરી મારી 
  શાહપુરમાં રહેતા 42 વર્ષીય શીલાબેન ચુનારા છુટક મજૂરી અને કપડા વેચવાનો ધંધો કરે છે. શીલાબેનને તેમના પતિ મહેશ સાથે કોઈના કોઈ બાબતે અણબનાવો ચાલતા હતા. આ દરમિયાન ગત 3 તારીખે શીલાબેન દિલ્હી દરવાજા પાસે ઉભા રહીને કાપડનો ધંધો કરી રહ્યા હતા. તે સમયે પતિ મહેશ ત્યાં આવ્યો હતો અને તું આડા ધંધા કરે છે તેવી ખોટી શંકા રાખીને ઝઘડો કર્યો હતો. એટલુ જ નહીં પિયર વાળા સાથે સંબંધ નહિ રાખવા તેમ છતા તુ રાખે છે તેમ કહીને શીલાબેનના ગળાના ભાગે છરીનો ઘા મારીને ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ લોકો ભેગા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત શીલાબેનને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. બીજી બાજુ માધુપુરા પોલીસનો કાફલો પણ હોસ્પિટલ પહોંચ્યો હતો. જ્યાં શીલાબેને પતિ મહેશ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ઓઢવમાં લગ્નના છ મહિના બાદ પતિએ પત્નીને ત્રાસ આપવાનું શરૂ કર્યુ