District

સાસરે જવાની જગ્યાએ પરિણીતા પ્રેમી પાસે પહોંચી, પોલીસ પરત લઇ આવતા પ્રેમીએ ખરાબ વિડીયો અપલોડ કર્યા

સાસરે જવાની જગ્યાએ પરિણીતા પ્રેમી પાસે પહોંચી, પોલીસ પરત લઇ આવતા પ્રેમીએ ખરાબ વિડીયો અપલોડ કર્યા

- લગ્ન બાદ પરિણીતાને પુર્વ પ્રેમી સાથે સંબંધ બાંધવો ભારે પડ્યો
- વટવા પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધ્યો 

અમદાવાદ, રવિવાર 

  મુળ વટવાની યુવતીએ લગ્ન બાદ પણ તેના પ્રેમી સાથે વાતો કરવાનું શરૂ રાખ્યુ હતું. એક દિવસ તે પિયરમાં આવી તે અંગે પ્રેમીને જાણ કરી હતી. જેથી પ્રેમીએ પરત સાસરે જાય ત્યારે ભાગીને તેની પાસે મહારાષ્ટ્ર આવી જવાની ગોઠવણ કરી આપી હતી. યુવતી પણ પરત સાસરે જવાની જગ્યાએ મહારાષ્ટ્ર પ્રેમી પાસે પહોંચી હતી. ત્યાં તેની માતાએ પોલીસને ગુમ થવા બાબતે જાણ કરતા પોલીસ આ યુવતીને લઇ આવી હતી. જેથી ઉશ્કેરાયેલા પ્રેમીએ તેના વિડીયો અપલોડ કર્યા હતા. બાદમાં તેની પાસે આવવાની જીદ કરીને ખરાબ વિડીયો અપલોડ કરી ધમકી આપી હતી. જે મામલે વટવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

  મહેસાણા ખાતે સાસરે રહેતી 23 વર્ષીય પરણીતા પંદરેક વર્ષ પહેલા વટવા ખાતે તેના નાના ના ઘરે રહેતી હતી. ત્યારે ત્યાં નજીકમાં રહેતા શાહરૂખ પઠાણ (રહે.અંકોલા, મહારાષ્ટ્ર) વચ્ચે તેને પ્રેમ સંબંધ બંધાયો હતો. બે વર્ષ પહેલા આ યુવતીના લગ્ન થઇ ગયા હતા. બાદમાં તેણે ફરીથી તેના પ્રેમી સાથે ઇન્સ્ટાગ્રામ પર વાતો શરૂ કરી હતી. આ દરમિયાનમાં તે પિયરમાં રહેવા આવી હોવાની પ્રેમીને જાણ કરી હતી. જેથી પ્રેમી શાહરૂખે પરત સાસરે જાય ત્યારે તેનો મિત્ર તેને બસસ્ટેન્ડ લેવા આવીને મહારાષ્ટ્ર લઇ આવશે તેમ જણાવ્યુ હતું. યુવતીને તેની માતા બસ સ્ટેન્ડ પર મૂકી આવ્યા બાદ તે ત્યાં ઉતરી ગઇ અને તેના પ્રેમી શાહરૂખ પાસે જતી રહી હતી. શાહરૂખના ઘરે તે પાંચ દિવસ રોકાઇ પણ ત્યાં બધા નોનવેજ ખાતા હોવાથી તેને ગમતુ ન હતું. બીજીતરફ યુવતીની માતાએ ગુમ થવા બાબતે ફરિયાદ નોંધાવતા પોલીસ તેને લઇ આવી હતી. જેથી પ્રેમી શાહરૂખે ઇન્સ્ટાગ્રામ પર યુવતીના વિડીયો અપલોડ કર્યા હતા. જે બાબતે શાહરૂખને મનાઇ કરતા તેણે પોતાની પાસે આવીશ તો વિડીયો અપલોડ નહિ કરૂ તેવી ધમકી આપી હતી. યુવતીએ પરત પ્રેમી પાસે જવાની મનાઇ કરતા શાહરૂખે ખરાબ વિડીયો અપલોડ કરીને ધમકી આપી હતી. જે મામલે વટવા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

સાસરે જવાની જગ્યાએ પરિણીતા પ્રેમી પાસે પહોંચી, પોલીસ પરત લઇ આવતા પ્રેમીએ ખરાબ વિડીયો અપલોડ કર્યા