Gujarat

અમદાવાદમાં ભાજપ વિરુદ્ધ ક્ષત્રિયોનું શક્તિપ્રદર્શન

- નરોડાથી શરૂ થયેલી ધર્મરથ યાત્રા 7 કલાકે વસ્ત્રાલમાં પૂર્ણ થઈ

- હજારો ક્ષત્રિયો જોડાયા, ‘જય ભવાની ભાજપ જવાની’ના નારા લાગ્યા

અમદાવાદ, રવિવાર

  નરોડા ખાતેથી શરૂ થયેલી ક્ષત્રિય ધર્મરથ યાત્રા નરોડા, કૃષ્ણનગર, બાપુનગર, ખોખરા હાટકેશ્વર, અમરાઈવાડી થઈ અને વસ્ત્રાલ ખાતે પૂર્ણ થઈ હતી. ધર્મરથયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજના હજારોની સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાયા હતા. આ ધર્મરથ યાત્રા 7 કલાક સુધી યોજાઈ હતી. આ યાત્રામાં ‘જય ભવાની ભાજપ જવાની’ના નારા લગાવવામાં આવ્યા હતા.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

  રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ આપેલા વિવાદસ્પદ નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી છે. ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર ધર્મરથ કાઢી ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધર્મરથ યાત્રા કાઢવામાં આવી હતી. સવારે નરોડા જય માતાજી ચોક શરૂ થયેલી આ યાત્રા નરોડા ગામ ખાતે પહોંચી ત્યારે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કેસરી ઝંડા સાથે બાઈકો અને ગાડીઓના કાફલામાં નીકળેલી આ યાત્રા શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી હતી. નરોડા ખોડિયાર ચોક(જય માતાજી ચોક)થી શરૂ થઈ નરોડા, કૃષ્ણનગર, બાપુનગર, ખોખરા સહિતના વિસ્તારોમાં ફરી વસ્ત્રાલ ખાતે સાંજે પૂર્ણ થઈ હતી. ખોખરામાં રાજપૂત સમાજ અને ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.ક્ષત્રિય ધર્મરથ યાત્રા બપોરે બાપુનગર શ્રીજી વિદ્યાલય ખાતે સોમનાથ મંદિર વાડીમાં જમણવાર અને વિરામ બાદ ફરી શરૂ થઈ હતી. ધર્મરથ યાત્રા બાપુનગરથી નીકળી રખિયાલ અજીત મીલ ચાર રસ્તા, ખોખરા અને હાટકેશ્વર તરફ આગળ વધી હતી. ખોખરા હાટકેશ્વર અને અમરાઈવાડી સહિતના વિસ્તારોમાં રહેતા ક્ષત્રિય ભાઈઓ અને બહેનો દ્વારા ધર્મરથનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને વધુમાં વધુ ભાઈઓ-બહેનો આ યાત્રામાં જોડાયા હતા. સાંજે ચાર વાગ્યાની આસપાસ આ યાત્રા વસ્ત્રાલ પહોંચશે જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા તલવારરાસનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

  ક્ષત્રિય ધર્મરથ યાત્રામાં જોડાયેલા 2 હજારથી વધુ ક્ષત્રિયોના જમણવારનું બાપુનગર શ્રીજી વિદ્યાલય ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજના ભાઈઓ દ્વારા ભેગા મળી અને આ ધર્મ રથયાત્રામાં જોડાયેલા ભાઈઓ-બહેનો માટે જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું.કૃષ્ણનગર ખાતે આવેલી સોમનાથ સોસાયટી (દરબાર સોસાયટી) ખાતે યાત્રા પહોંચી ત્યારે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ અને બહેનો દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજની બહેનો અને દીકરીઓ દ્વારા તલવાર રાસ કરવામાં આવ્યો હતો. ક્ષત્રિય સમાજની દીકરીઓ દ્વારા હાથમાં તલવાર લઈને શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજની બહેનો હાથમાં તલવાર લઈ રાસ રમી હતી અને તેમની શક્તિ બતાવી હતી. આજે યોજાયેલી આ ક્ષત્રિય ધર્મરથ યાત્રાને ખૂબ મોટો પ્રતિસાદ મળ્યો હતો. ક્ષત્રિયો દ્વારા ‘જય ભવાની...ભાજપ જવાની’ના નારા લગાવવામાં આવ્યા હતા.નરોડા ગામમાં ધર્મરથ પહોંચ્યો ત્યારે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજનાં ભાઈઓ અને બહેનો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ધર્મરથ યાત્રામાં 200થી વધુ બાઈકો અને 50થી વધુ ગાડીઓનો કાફલો જોડાયેલો હતો. રેલીમાં જય ભવાનીના નારા લાગ્યા હતા. એક કિલોમીટર લાંબી આ ધર્મરથ યાત્રામાં ક્ષત્રિય સમાજનું શક્તિપ્રદર્શન જોવા મળ્યું હતું.ધર્મરથ યાત્રા અમદાવાદ પૂર્વ લોકસભાના નરોડા અને બાપુનગર વિધાનસભા અને પશ્ચિમ લોકસભાના બે વોર્ડ ફરી હતી. અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપનો વિરોધ કર્યો હતો. આ યાત્રામાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો અને આગેવાનો જોડાયા હતા. અમદાવાદ પૂર્વ રાજપૂત સમાજનાં ભાઈઓ અને બહેનો સાફા તેમજ કેસરી સાડીમાં પણ જોડાયાં હતાં. લોકોમાં જાગૃતિ લાવવા અને લોકશાહી બચાવો અસ્મિતા ટકાવવા માટેની આ યાત્રાને ક્ષત્રિય સમાજ દ્વારા કાઢવામાં આવી હતી.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

અમદાવાદમાં ભાજપ વિરુદ્ધ ક્ષત્રિયોનું શક્તિપ્રદર્શન