- તાત્કાલિક ધોરણે શિષ્યવૃત્તિની ચુકવણી કરવામાં આવે તેવી માંગ
- 2 દિવસમાં ચુકવણી કરવામાં નહિ આવે તો દહેગામ તાલુકાના તમામ વિદ્યાર્થીઓએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી
સરકાર અનેક યોજનાઓ અને સહાયની જાહેરાત તો કરતી હોય છે, પરંતુ આ સહાય મેળવવા માટે પ્રજાએ હેરાન-પરેશાન થવું પડતું હોય છે. ત્યારે સરકાર દ્વારા ગયા વર્ષની શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓને આપવામાં આવી નથી.દહેગામના 400 થી વધુ વિદ્યાર્થીઓની શિષ્યવૃતિ બાકી હોવાથી તેઓ ગાંધીનગર ખાતે ઉગ્ર રજુઆત કરવા પહોંચ્યા હતા અને 2 દિવસમાં શિષ્યવૃતિ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
દહેગામ તાલુકાનાના અંદાજે 400 થી વધુ વિદ્યાર્થીઓની શિષ્યવૃતિ ગયા વર્ષની બાકી હોય 1 વર્ષ પૂરું થઈ ગયું પણ હજી સુધી શિષ્યવૃતિ આવી નથી. ત્યારે દહેગામ તાલુકાના અલગ અલગ ગામથી 100 થી વધુ વિદ્યાર્થીઓ ગાંધીનગર ખાતે ઉગ્ર રજુઆત કરવા પહોંચ્યા હતા. વિધાર્થીઓએ વર્ષ 2023-24 ની શિષ્યવૃત્તિ તાત્કાલિક ધોરણે આપવા બાબતે નિયામક વિકસતી જાતિ કલ્યાણ, જીવરાજ મહેતા ભવન ખાતે રજૂઆત કરી છે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના વિદ્યાર્થીઓને અપાતી શિષ્યવૃતિ પોસ્ટ મેટ્રિકની ગયા વર્ષની એટલે વર્ષ 2023 24 શિષ્યવૃત્તિ હજુ સુધી વિદ્યાર્થીઓને આવી નથી. તો તેઓએ રજૂઆતો કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે આ ગરીબ બાળકોની શિષ્યવૃત્તિ રોકીને એમના સાથે અન્યાય કરીને આગળનો અભ્યાસ રોકાઈ ગયો જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.આથી તાત્કાલિક ધોરણે શિષ્યવૃત્તિની ચુકવણી કરવામાં આવે તેમજ 2 દિવસમાં ચુકવણી કરવામાં નહિ આવે તો દહેગામ તાલુકાના તમામ વિદ્યાર્થીઓએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો
ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો .
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો
