- ચેન્નઈના 8 મેચમાં ખરાબ પ્રદર્શન બાદ જાડેજાએ માહીને કેપ્ટનશિપ સોંપી હતી
- મેચમાં CSKના ઓપનર ઋતુરાજ ગાયવાડે 99 રન બનાવ્યા હતા
મુંબઈ , મંગળવાર
મહેન્દ્ર સિંહ ધોની હંમેશો પોતાના શાંત સ્વભાવના કારણે ઓળખાય છે. IPL 2022માં પહેલીવાર કેપ્ટનશીપ કરતા માહી સાથે કઈંક એવુ થયુ કે તે બોલર પર રોષે ભરાયો. સનરાઈઝર્સ હૈદરાબાદ અને CSK વચ્ચે રમાયેલી મેચનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. ચેન્નઈના 8 મેચમાં ખરાબ પ્રદર્શન બાદ જાડેજાએ માહીને કેપ્ટનશિપ સોંપી હતી .
કેપ્ટન ધોની ટીમને ત્રીજી જીત અપાવી પ્લેઓફની રેસ ચાલુ રાખે. ત્યારે ચેન્નઈએ શાનદાર બેટિંગ કરી હતી. પરિણામ એ આવ્યું કે હૈદરાબાદને જીતવા માટે 203 રનનો ટાર્ગેટ મળ્યો. સનરાઇઝર્સને જીતવા માટે છેલ્લી ઓવરમાં 38 રનની જરૂર હતી. ત્યારે સામે કેરેબિયન હાર્ડ હિટર નિકોલસ પૂરન હતો, જે મોટો શોટ રમવા માંગતો હતો. પરંતુ 6 બોલમાં 38 રન મેળવવા માટે વાઈડ અને નો-બોલની જરૂર હતી. આવી સ્થિતિમાં ધોનીએ ઓફ-સાઇડ ફિલ્ડને સંપૂર્ણ રીતે પેક કરી દીધી. ફિલ્ડના હિસાબે બોલિંગ ન કરવા પર રોષે ભરાયો મુકેશ ચૌધરીએ 20મી ઓવરના પહેલા બોલ પર સિક્સર ફટકારી હતી. બીજા બોલે ચોગ્ગો ફટકાર્યો હતો. ત્રીજો બોલ ડોટ બોલ નીકળ્યો. ચોથો બોલ મુકેશે ડાબોડી બેટ્સમેન પૂરનના પગ તરફ ફેંક્યો હતો, જેને વાઈડ જાહેર કરવામાં આવ્યો હતો. ધોનીએ આ બોલ પકડ્યો પણ તે ગુસ્સે થઈ ગયો. IPL 2022ની 46મી મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા CSKએ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 203 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના બદલામાં હૈદરાબાદ 189 રન બનાવવામાં સફળ રહી હતી. આ મેચમાં CSKના ઓપનર ઋતુરાજ ગાયવાડે 99 રન બનાવ્યા હતા, જેના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.