District

ગ્રાહક તકરાર નિવારણ કમિશને ચુકાદો બહાલ રાખ્યો

ગ્રાહક તકરાર નિવારણ કમિશને ચુકાદો બહાલ રાખ્યો

- લોન માફ કરી DCB બેંકે 24 લાખ 7% વ્યાજ તથા ICICI લોમ્બાર્ડે 4.23 લાખ 9% વ્યાજ સાથે ગ્રાહકને ચૂકવવા હુકમ

અમદાવાદ, રવિવાર

  રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રિસાઇડિંગ મેમ્બર અર્ચનાબેન સી. રાવલ દ્વારા અપીલમાં આવેલા ગાંધીનગર ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખ ડીટી સોની તથા સભ્ય જીગર પી જોશી દ્વારા ડીસીબી બેંક તથા ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ વિરુદ્ધ ફરિયાદી વિધવા મહિલા ગ્રાહકની તરફેણમાં આપેલા ચુકાદાને બહાલ રાખવામાં આવેલો છે. ડીસીબી બેંક તથા જનરલ ઇન્સ્યોરન્સ કંપની સામેના મૂળ કેસ તથા અપીલ કેસમાં ગ્રાહક સુરક્ષા ગ્રાહક સત્યાગ્રહ ગ્રાહક ક્રાંતિ ફાઉન્ડેશનના પ્રમુખ સુચિત્ર પાલ દ્વારા રજૂઆત તથા પુરાવા સહિતની દલીલો રજૂ કરવામાં આવી હતી.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

  ગ્રાહક સુરક્ષા ગ્રાહક સત્યાગ્રહ ગ્રાહક ક્રાંતિના પ્રમુખ સુચિત્રા પાલ જણાવે છે કે, રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્વારા પોતાના આ ચુકાદાની સાથોસાથ અપીલમાં ડીસીબી બેંકને ખાસ ટકોર કરી જણાવ્યું હતું કે જ્યારે બેંકે વીમા કંપનીને લોન ધારક વતી પ્રીમિયમ ભર્યું હોય પ્રીમિયમના નાણા ફાજલ કરતી વખતે અન્ય પ્રકારની પોલિસીનું નામ દર્શાવવું અને હકીકતમાં જુદા પ્રકારની પોલિસી ગ્રાહકના નામે લેવી તે બેંકનું કૃત્ય ડિસેપ્ટિવ પ્રેક્ટિસ યાને કે, ભ્રામક તથા કપટી અને ધોખાદારીવાળું કૃત્ય ગણી શકાય, તે માટે માત્ર ને માત્ર બેંક જવાબદાર છે. MRTA પોલિસી માટેનું લીધેલ પ્રીમિયમ બેંકે અન્ય પોલિસીઓમાં ડાયવર્ટ કર્યું છે, જે પ્રકારની પોલિસી બેંક લોન ધારક માટે લેવાની હોય અથવા લોનધારક પસંદ કરેલી હોય તે પોલિસીનો ઉલ્લેખ લોન એગ્રિમેન્ટમાં હોવો જરૂરી છે.

  આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીને કેસ નંબર એફ એ 103 2023ના ચુકાદાને ધ્યાને લઈ ખાસ ટકોર કરી જણાવ્યું હતું કે, કાર્ડિયાક એરેસ્ટ અને હાર્ટ એટેક બંને પ્રકારની હૃદયની સ્થિતિને એકબીજા સાથે સંબંધ છે, એ હાર્ટ એટેક પછી શક્ય બને છે અથવા તો હાર્ટ ડીસીઝ પછીની રિક્વરી દરમિયાન થઈ શકે છે. હાર્ટ એટેક તાત્કાલિક ધોરણે શડન કાર્ડિયાક અરેસ્ટ તરફ દોરી જતું નથી. જ્યારે સડન કાર્ડિયાક એરેસ્ટની પરિસ્થિતિ ઉભી થઇ ત્યારે હાર્ટ એટેક એ તે માટેનું સામાન્ય કારણ છે, જ્યારે વ્યક્તિને કાર્ડિયોરેટરી એરેસ્ટ અથવા તો કાર્ડિયાક એરેસ્ટની પરિસ્થિતિ ઉભી થાય ત્યારે તેના મૂળમાં અગાઉ હાર્ટ એટેક હોય છે

  ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા કોરોનાને મેજર મેડિકલ ઇલનેસ ના ગણતા કમિશને આ બાબતે પણ ટકોર કરેલી છે. કોરોના એ કોઈ બીમારી નહીં, પરંતુ મહામારી હતી અને તેને લીધે બીમારીગ્રસ્ત વ્યક્તિને અનેક પ્રકારના રોગો લાગુ પડ્યા હતા અને જ્યારે વ્યક્તિ ગંભીર પ્રકારના રોગો સામેના રક્ષણ માટે વીમા પોલિસી લેતી હોય અને જ્યારે વ્યક્તિનું મૃત્યુ હૃદય બંધ થવાથી થયું હોય તેવા સંજોગોમાં હૃદય શા કારણે બંધ પડી ગયેલું તે શોધવામાં અને ક્લેમ નકારવાના કારણો શોધવામાં વીમા કંપનીએ ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે વીમાધારકને કઈ રીતે મદદરૂપ બની શકાય તે બાબતે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. નગણ્ય બહાના આગળ ધરીને વીમાધારકનો ક્લેમ કઈ રીતે નકારવો તે બાબત વીમા કંપનીએ ધ્યાને લેવી જોઈએ નહીં. અન્યથા કોઈ પણ ક્લેમ મંજૂર થઈ શકે નહીંગાંધીનગર ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્વારા કેસ નંબર 273 2022નું સરલાબેન જે ગુર્જર વિધવા મહિલાની તરફેણમાં તથા ડીસીબી બેંક અને ICICI જનરલ ઇન્સ્યોરન્સ વિરુદ્ધના તારીખ 26 6 2023ના ચુકાદાને રાજ્ય ગ્રાહક કમિશનને બહાલ રાખી ડીસીબી બેંક તથા જનરલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા દાખલ કરેલી અપીલને રદ કરવામાં આવેલી છે.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

ગ્રાહક તકરાર નિવારણ કમિશને ચુકાદો બહાલ રાખ્યો