![હલ્દ્વાની હિંસા પર મોટો ખુલાસો, ઇન્ટેલીજન્સે ચાર દિવસમાં પાંચ વાર વ્યક્ત કરી હતી આશંકા](https://weunetwork.com/public/news/1707568913_328857e2abdadf00f81d.jpg)
- ઘટનાની મેજિસ્ટ્રિયલ તપાસના આદેશ
- પંદર દિવસમાં અહેવાલ સોંપવાનું કહેવામાં આવ્યું
ઉત્તારખંડ, શનિવાર
ઉત્તરાખંડના હિંસાગ્રસ્ત હલ્દ્વાની શહેરના બહારી વિસ્તારોમાં કર્ફ્યુ દૂર કરી દેવામાં આવ્યો છે. જો કે બનભૂલપુરા વિસ્તારમાં હજુ પણ કર્ફ્યુ લાગુ છે. તો બીજી તરફ ઘટનાને લઈને મેજિસ્ટ્રિયલ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. કુમાઉના કમિશ્નરને આ તપાસની જવાબદારી સોંપવામાં આવી છે. તેમને 15 દિવસની અંદર અહેવાલ આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. આખી ઘટનામાં અધિકારીઓ પર પણ સવાલ ઊભા થવા લાગ્યા છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે બનભૂલપુરા હિંસા પહેલા ચાટ દિવસની અંદર પાંચ ઇન્ટેલીજન્સ રીપોર્ટ આપવામાં આવ્યા હતા. આ રીપોર્ટમાં સ્પષ્ટ રીતે હિંસાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ રીપોર્ટમાં કેટલાક જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા જેને કાર્યવાહી દરમિયાન અમલમાં લાવવા જરૂરી ગણાવવામાં આવ્યા હતા. પરંતુ કાર્યવાહી દરમિયાન તેમાંથી કોઈ પણ સુચનનું પાલન કરવામાં ન આવ્યું. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે તેનું કારણ અધિકારીઓની મનમાની હતું.
આ વિસ્તારનું સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે
ગત ગુરૂવારે એક ગેરકાયદેસર મદરેસા પર કાર્યવાહીને લઈને ભીડ દ્વારા આગજની અને તોડફોડ કરવામાં આવી હતી. ઘટનાના 48 કલાક બાદ આ બહારની તરફ આવેલા વિસ્તારમાં શનિવારે દુકાનો ખોલવાની પરવાનગી આપવામાં આવી હતી. જો કે શાળાઓને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ADG એ.પી. અંશુમન હલ્દ્વાનીમાં ઉપસ્થિત છે. તેમણે જણાવ્યું હતું કે, “હિંસા પ્રભાવિત વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને સ્થિતિ નિયંત્રણમાં છે.” તેમણે જણાવ્યું હતું કે ગુરૂવારની હિંસામાં સામેલ પાંચ લોકોની અત્યાર સુધીમાં ધરપકડ કરી લેવામાં આવી છે. સોશયલ મીડિયા પર અફવા ન ફેલાય તે માટે ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ છે. બલભૂનપુરા વિસ્તારમાં હજુ પણ કર્ફ્યુ લાગુ હોવાની વાત કરતા તેમણે જાણકારી આપી હતી કે સ્થાનિકોને સમયાંતરે જરૂરી વસ્તુ ખરીદવાની પરવાનગી આપવામાં આવી રહી છે. કાઠગોદામ સુધી રેલવે સેવાઓ શરૂ કરી દેવામાં આવી હોવાની પણ તેમણે વાત કરી હતી.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અમે અમારા ગ્રુપના સભ્ય બનો
ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો
![હલ્દ્વાની હિંસા પર મોટો ખુલાસો, ઇન્ટેલીજન્સે ચાર દિવસમાં પાંચ વાર વ્યક્ત કરી હતી આશંકા](https://weunetwork.com/public/ad/1731362281_2b015b29f319d5f627a5.jpeg)