![નૈનીતાલમાં વેલેન્ટાઇન્સ ડે, હલ્દ્વાની હિંસા બાદ બુકિંગ થઈ રહ્યા છે રદ્દ](https://weunetwork.com/public/news/1707711947_d19e8bcfe16f11db3b30.jpg)
- હલ્દ્વાનીથી નૈનીતાલ જનારી ટેક્સીનો કારોબાર પડી ભાંગ્યો
- બલભૂનપુરા સિવાય હલ્દ્વાનીના અન્ય વિસ્તારોમાંથી કર્ફ્યુ દૂર કરવામાં આવ્યો
ઉત્તારખંડ, સોમવાર
સામાન્ય રીતે ઉત્તરાખંડનુ નૈનીતાલ પર્યટકોનુ પસંદગીનું સ્થળ છે. ખાસ કરીને વેલેન્ટાઇન્સ વીક દરમિયાન મોટા પ્રમાણમાં અહીં પર્યટકો આવતા હોય છે પરંતુ ઉત્તરાખંડના હલ્દ્વાના બલભૂનપુરા વિસ્તારમાં થયેલી હિંસા બાદ નૈનીતાલના પ્રવાસનમાં 50 ટકાનો ઘટાડો થયો છે. વેલેન્ટાઇન વીક માટે જે પ્રવાસીઓએ બુકિંગ કરાવ્યું હતું તેઓ આ બુકિંગને કેન્સલ કરાવી રહ્યા છે. વીકએન્ડમાં નૈનીતાલ શહેર અને તેની આસપાસમાં આવેલા પિકનિક સ્પોટ પર પ્રવાસીઓની અવર જવર ખુબ ઓછી રહી. તેવામાં વેલેન્ટાઇન્સ ડે પર પણ પ્રવાસીઓમાં ઘટાડો નોંધાય તેવી શક્યતા છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
હલદ્વાનીના બલભૂનપુરા વિસ્તારમાં લાગેલા કર્ફ્યુના કારણે નૈનીતાલના પ્રવાસન પર અસર પડી છે. હલ્દ્વાનીથી નૈનીતાલ જનારી ટેક્સીનો વ્યવસાય પણ સંપૂર્ણ રીતે પડી ભાંગ્યો છે કારણ કે મોટા ભાગના ટેક્સી ચાલકો શહેરના બલભૂનપુરા વિસ્તારના રહેવાસી હતા. કર્ફ્યુ લાગ્યા બાદ ટેક્સી ચાલકો પોતાના ઘરેથી નીકડી શકતા નથી. તેના કારણે હલ્દ્વાનીથી નૈનીતાલ અને પહાડના અન્ય વિસ્તારો તરફ જવા માટે ટેક્સી નથી મળી રહી. ટેક્સી ન મળવાને કારણે પર્યટકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હલ્દ્વાનીથી દરરોજ નૈનીતાલ આશરે 70 થી 80 ટેક્સી વાહનોથી સ્થાનીક લોકોની સાથે પર્યટકો પણ મુસાફરી કરે છે. પરંતુ કર્ફ્યુ બાદથી હલ્દ્વાની અને નૈનીતાલના ટેક્સી સ્ટેન્ડ પર સન્નાટો જોવા મળ્યો છે.
હલ્દ્વાનીની ઘટના બાદથી નૈનીતાલ જનારા પ્રવાસીઓમાં ડર છે. કર્ફ્યુના કારણે પ્રવાસીઓ નૈનીતાલ આવવાનું ટાળી રહ્યા છે. તેને લઈને હોટલ એસોસિએશનના અધ્યક્ષ દિગ્વીજય સિંહ વિષ્ટે જણાવ્યું હતું કે હલ્દ્વાનીથી નૈનીતાલ આશરે 70 થી 80 ટેક્સી ચાલે છે. આશરે 2000 મુસાફરો નૈનીતાલ સુધી પહોંચે છે. તેમાંથી મોટાભાગની ટેક્સી હલ્દ્વાનીની છે. તેમણે કહ્યું હતું કે હલ્દ્વાનીમાં લાગેલા કર્ફ્યુ બાદથી ટેક્સી સંચાલન બંધ છે, જેના કારણે પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે તેમણે એમ પણ કહ્યું હતું કે કોઈ શંકા કે ડરને બાજુ પર રાખીને પ્રવાસીઓ નૈનીતાલ આવી શકે છે.
બિષ્ટે જણાવ્યું હતું કે, “હિંસા અને કર્ફ્યુ ફક્ત બલભૂનપુરા વિસ્તારમાં છે. નૈનીતાલ જિલ્લાના અન્ય સ્થળો પર તેની કોઈ અસર થઈ નથી. નૈનીતાલ આવનારા પ્રવાસીઓને કોઈ મુશ્કેલીનો સામનો નહિ કરવો પડે કારણ કે બહારથી આવતા પ્રવાસીઓ રામનગર અને કાલાઢૂંગીથી પસાર થઈને સરળતાથી નૈનીતાલ જઈ શકે છે.” તેમણે કહ્યું હતું કે હવે બલભૂનપુરા સિવાય હલ્દ્વાનીના બાકીના વિસ્તારોમાંથી પણ કર્ફ્યુ દૂર કરી દેવામાં આવ્યો છે તો હલ્દ્વાનીથી પણ સરળતાથી નૈનીતાલ જઈ શકાય છે.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અમે અમારા ગ્રુપના સભ્ય બનો
ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો
![નૈનીતાલમાં વેલેન્ટાઇન્સ ડે, હલ્દ્વાની હિંસા બાદ બુકિંગ થઈ રહ્યા છે રદ્દ](https://weunetwork.com/public/ad/1729196708_b5febfb1365e96b93de5.jpeg)