![પાટણમાં મેડિકલ સ્ટુડન્ટના મોત મામલે મોટી કાર્યવાહી : 15 વિદ્યાર્થીઓ સસ્પેન્ડ, ABVP અને પોલીસ વચ્ચે તણાવ](https://weunetwork.com/public/news/1731899677_ca9f3580e97d3fcb111e.jpg)
- પાટણમાં મેડિકલ કોલેજમાં રેગિંગથી વિદ્યાર્થીના મોતનો કિસ્સો
- કોલેજે 15 સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા અને તેમના પર FIR દાખલ કરવામાં આવી
પાટણ, સોમવાર
પાટણના ધારપુર મેડિકલ કોલેજમાં શનિવારે રાત્રે એક MBBS પ્રથમ વર્ષના વિદ્યાર્થી અનિલ મેથાણિયાનું અચાનક મોત નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગના કારણે આ ઘટના બની. પરિણામે, કોલેજે 15 સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા અને તેમના પર FIR દાખલ કરવામાં આવી છે.શનિવારે રાત્રે અનિલ અન્ય સાથી વિદ્યાર્થીઓ સાથે હોસ્ટેલમાં હતો, જ્યારે તેને સિનિયર વિદ્યાર્થીઓએ રેગિંગ માટે બોલાવ્યો. ગત રાતે તેને અને અન્ય વિદ્યાર્થીને ત્રણ કલાક સુધી ઊભા રાખી, ગીતો ગવડાવ્યા, નૃત્ય કરાવ્યું, ગાળો બોલી અને કડક પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. આ દરમિયાન અનિલ બેભાન થઈને પડી ગયો હતો. અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાં માટે અહીં ટચ કરો
ડૉ. જયેશ પંચાલે જણાવ્યું કે, પ્રાથમિક રીતે શરીરમાં આંતરિક ઇજાના કારણે મૃત્યુ થયું હોવાનું લાગે છે. જોકે, સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ જાણી શકાશે.ઘટનાની જાણ થતાં જ કોલેજના વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો. ABVP કાર્યકર્તાઓએ કોલેજમાં ભારે વિરોધ દર્શાવ્યો, જે મોડીરાતે પોલીસ સાથે ઘર્ષણમાં ફેરવાયું.કોલેજના ડીન હાર્દિક શાહે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં રેગિંગની ઘટના સામે આવી છે. સિનિયર વિદ્યાર્થીઓએ અનિલને ઊભા રાખી ઇન્ટ્રોડક્શન લેવા મજબૂર કર્યો હતો. ડીનના જણાવ્યા મુજબ, જો વધુ વિગતો પ્રકાશમાં આવશે તો જવાબદાર વિરુદ્ધ કડક કાર્યવાહી થશે.અનિલના પરિવારજનોએ આ ઘટનાને દુખદ જણાવતા ન્યાયની માંગ કરી છે. એક મહિના પહેલાં જ ધારપુર મેડિકલ કોલેજમાં MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ માટે અનિલને મૂક્યો હતો. ગઈકાલે કોલેજમાંથી ફોન આવ્યો કે, તમારો છોકરાને ચક્કર આવતાં તે પડી ગયો છે અને તેને એડિમિટ કર્યો છે. ત્યારબાદ અમે હોસ્પિટલ પહોંચ્યા તો ડોક્ટરે જણાવ્યું કે, યુવકનું મોત નીપજ્યું છે. હવે અનિલના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે, એટલે રિપોર્ટ બાદ હકીકત ખબર પડશે. પરંતુ કોલેજના જ અન્ય વિદ્યાર્થીઓ પાસેથી એવી વાતો સાંભળી છે કે, કોલેજના જ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરવામાં આવ્યું હતું. અનિલને સતત ઊભો રાખવાના કારણે તે બેભાન થઈ ગયો હતો. અમારી વિનંતી છે કે અમને સરકાર અને કોલેજ તરફથી યોગ્ય ન્યાય મળે.
DySp કે.કે.પંડ્યા એ જણાવ્યું હતું કે, બાલીસણા ખાતે આજ રોજ નટવરભાઈ રાઘવજી પટેલ આવીને જાહેરાત કરી કે તેમનો દીકરો અનિલ ધારપુર મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષ એમ બીબીએસમાં અભ્યાસ કરતો હતો તેનું ધારપુર બોયઝ હોસ્ટેલમાં રાત્રી દરમ્યાન ચક્કર આવવાના કારણે ઢળી પડવાના કારણે મૃત્યુ થયું છે. સમગ્ર ઘટનાની બાલીસણા પોલીસ સ્ટેશન ખાતે વિગત વાર જાહેરાત કરતા બી એન એસની કલમ 194 મુજબ અકસ્માતે મોત દાખલ કરવામાં આવી છે. ત્યારબાદ મરણ જનાર વિદ્યાર્થીનું વીડિયો ગ્રાફીથી તેમજ પેનલ ડોકટરથી પીએમ કરવામાં આવેલ છે. આ સમગ્ર બનાવ બાબતે પોલીસ તપાસ પણ ચાલુ છે અને ધારપુર હોસ્પિટલના સતાવાળા પાસે વિગત વાર રિપોર્ટ માંગવામાં આવ્યો છે.આ ઘટનાએ ફરી રેગિંગના ભયંકર પરિણામોને ચિંતાનું કારણ બનાવ્યું છે. નવીન વિદ્યાર્થીઓ માટે સલામત અને માનવતાવિહીન શૈક્ષણિક માહોલ પૂરો પાડવા વધુ પગલાં લેવાની જરૂર છે.
ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા માટે આ લીંક પર ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો .
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો
![પાટણમાં મેડિકલ સ્ટુડન્ટના મોત મામલે મોટી કાર્યવાહી : 15 વિદ્યાર્થીઓ સસ્પેન્ડ, ABVP અને પોલીસ વચ્ચે તણાવ](https://weunetwork.com/public/ad/1731360332_64f2c303510ca2b03d5d.jpeg)