- મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 150 દંપત્તિઓ પૂજામાં સામેલ થયા હતા
- કોરોના કાળબાદના બે વર્ષ બાદ આ ઉજવણી કરવમાં આવી - Modasa News
મોડાસા , શનિવાર : હનુમાન જયંતીનો પાવન પર્વ અરવલ્લી જિલ્લાના હનુમાન મંદિરોમાં ભાવ અને શ્રદ્ધા પૂર્વક ઉજવાઈ રહ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાકરીયા ગામે આવેલા ભીડભજંન હનુમાન મંદિર કે જ્યા જિલ્લાના એક માત્ર સુતેલા હનુમાનજીની પાંડવ કાળની મૂર્તિ આવેલી છે હનુમાન જયંતિ નિમિત્તે મંદિર ખાતે વિશેષ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 150 દંપત્તિઓ પૂજામાં સામેલ થયા હતા. આ મંદિરે હનુમાનજીનો જન્મોત્સવ શ્રદ્ધા પૂર્વક ઉજવામાં આવ્યો હતો. -Modasa News
મોડાસાના સાકરિયા ગામે હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરાઈ હતી. કોરોના કાળબાદના બે વર્ષ બાદ આ ઉજવણી કરવમાં આવી રહી છે.ત્યારે ભક્તો માં આંનદની લાગણી પ્રસરી હતી .તેમજ હનુમાન જયંતિ નિમિત્તે મંદિર ખાતે વિશેષ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 150 દંપત્તિઓ પૂજામાં સામેલ થયા હતા. ભગવાન હનુમાન દાદાને વિશેષ સાંજ શણગાર કરવામાં આવ્યા ઉપરાંત લીલા અને સૂકા મેવાનો ભોગ ધરાવાયો હતો. ત્યારે ભગવાન હનુમાનજીના જન્મોત્સવ વધાવવા વહેલી સવારથી જ મંદિર ખાતે ભક્તોની ભીડ જોવા મળી હતી. ત્યારે જિલ્લાના એક માત્ર સાકરીયા ભીડ ભંજન મંદિર સહીત જિલ્લાના મંદિરોમાં હનુમાન જ્યંતી ભાવ અને શ્રધ્ધા પૂર્વક ઉજવાઈ હતી.
![મોડાસાના સાકરીયા ખાતે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ -Modasa News](https://weunetwork.com/public/ad/1731359436_621497cf70e7337bad2f.jpeg)