
- કુહાડીના ઘા અને જીવલેણ ધમકીઓ સુધીની ઘટના બની
- ખેતરના રસ્તા મુદ્દે પરિવાર વચ્ચે હિંસક ઝઘડો
- 3 વિરુદ્ધ મેઘરજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ
મેઘરજ, રવિવાર
મેઘરજના કાલીયા કુવ ગામે ખેતરમાં રસ્તા બાબતે વિવાદ થતા 3 આરોપીઓએ સગા ભાઈ પર કુહાડી વડે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા 3 વિરુદ્ધ મેઘરજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે. અને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાં માટે અહીં ટચ કરો
રત્નાભાઈ ભેમાભાઈ બારીયાએ મેઘરજ પોલીસ સ્ટેશને નોંધાવેલ ફરિયાદ પ્રમાણે તેઓ ખેતકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. અને કાલીયાકુવા (બાંડા ટીંભરા) ગામના વતની છે. તેઓ તેમની પત્ની મણીબેન અને દિકરા નરેન્દ્રભાઈ સાથે જીવન વ્યતીત કરે છે. તેમના મોટા ભાઈ શનાભાઈ છે અને નાનો ભાઈ જગદિશભાઈ છે. તેમના મોટા દિકરા જયેશભાઈ સુરત શહેરમાં પોલીસમાં નોકરી કરે છે, અને નાનો દિકરો નરેન્દ્રભાઈ સાણંદમાં પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે.અને તેઓ ધોરણ 12 સુધી ભણેલા છે.
ગઈ 10 નવેમ્બરના તેઓ અને તેમના સાળા કુંબેરભાઈ, રણછોડભાઈ ડામોર, અને તેમના સાળાની દિકરી દક્ષાબેન, તેમના ખેતરમાં ખેતીનું કામ કરી રહ્યા હતા. તે સમયે તેમના પત્ની મણીબેન ઘરમાં કામકાજમાં વ્યસ્ત હતી, અને તેમના દિકરા નરેન્દ્રભાઈની પત્ની જશીબેન અને તેમની બહેન માલીબેન ખેતરમાં ઘાસ લેવા ગયા હતા.આ દરમિયાન, તેમના ભાઈ શનાભાઈ બારીયા અને ભત્રીજો અરવિંદભાઈ બારીયા અને ભાભી શાંતિબેન, જેસીબી મશીનથી તેમના ખેતરના શેઢા નજીક રસ્તો કાઢી રહ્યા હતા.અને ખેતર વિવાદને લઈને ત્રણેય લોકો ઉશ્કેરાઈ ગયા અને તેમને ગાળો બોલવા લાગ્યા હતા.તેઓએ કહ્યું કે, "તને અહીં કોઈ જમીન નથી, તો તું અહીં કેમ આવ્યો છે?" અને તેમની પર કુહાડી દ્વારા હુમલો કર્યો હતો. આ સમયે, ગામના સરપંચ ભનાભાઈ મોતીભાઈ ડામોર દોડી આવ્યા અને આ લોકો તેમને ધમકી આપીને કહ્યું કે, "આજ તો ઘરના લોકો આવ્યા છે, પરંતુ જો ફરીથી અહીં આવીશ તો તને જીવતો છોડશું નહિ."આથી આ ધમકીઓ અને હુમલાથી તેઓ ડરી ગયા હતા અને પછી પ્રાઈવેટ વાહનમાં બેસી મેઘરજ પોલીસ સ્ટેશન આવીને ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા માટે આ લીંક પર ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો .
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો
