District

વાંકાનેરના રાતીદેવળી ગામે ગેરકાયદેસર ગૌવંશને લઈ જતા બે ઈસમોને ગૌરક્ષકોની ટીમે ઝડપ્યા 

વાંકાનેરના રાતીદેવળી ગામે ગેરકાયદેસર ગૌવંશને લઈ જતા બે ઈસમોને ગૌરક્ષકોની ટીમે ઝડપ્યા 

- ગૌવંશને છોડાવી બે ઇસમોને ઝડપી લઈને મુદામાલ પોલીસને સોપ્યો

- આ મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

મોરબી, શુક્રવાર

  વાંકાનેરના રાતીદેવળી ગામે ગેરકાયદેસર ગૌવંશને લઈ જતા બે ઈસમોને ગુરુવારે ગૌરક્ષકોની ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા. અને ગૌવંશને છોડાવી બે ઇસમોને ઝડપી લઈને મુદામાલ પોલીસને સોપ્યો હતો. તેમ જ બોલેરોમાં પશુને ખાવા માટે ઘાસચારો કે પીવાના પાણીની સગવડ રાખ્યા વગર રાખી તેમજ બાંધેલા વાછરડા બાબતે કોઇ આધાર પરમીટ ન હોવાથી કતલખાને લઈ જવાના ઈરાદે નીકળતા વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધયો હતો.

  વાંકાનેર મેઈન બજારમાં રહેતા ફરિયાદી દિપકભાઈ ખાંડેખાએ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી છનાભાઈ જીણાભાઈ ખમાણી અને તેના સાગરીત રાજ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, તેઓ ગૌરક્ષક તરીકે સેવા કરે છે. તારીખ 08ના રોજ રાત્રિના તેમને બાતમી મળી હતી કે, મોડી રાત્રિના એક બોલેરો માલવાહકમાં વાછરડા ભરી રાતીદેવળી રોડ પરથી પસાર થનાર છે. તેથી અન્ય ગૌરક્ષક સાથે તેઓ રાતીદેવળી રોડ ચોકડી પાસે વોચમાં હતા. તે દરમિયાન ટંકારા તરફના રસ્તેથી પીકઅપ બોલેરો માલવાહક નીકળી હતી. બોલેરો નીકળતા બોલેરો ચાલકને ઉભી રાખવા ઈશારો કરતા તેના ડ્રાઇવર આરોપી રાજે બોલેરો ઉભી રાખી નહીં. જેથી દિપકભાઈની ટીમે તેમના ખાનગી વાહનથી પીછો કરતા બોલેરો ચાલક રાજ બોલેરો મુકી નાસી ગયો હતો અને બોલેરોમા અંદર બેસેલો આરોપી છનાભાઈ જીણાભાઈ ખમાણી મળી આવ્યો હતો. તેમજ બોલેરોના ઠાઠામા જોતા એક લાલ કલરનો વાછરડો જેના પગ તથા મોઢું દોરડાથી બાંધી હલનચલન કરી શકે નહિ તે રીતે બાંધેલ હતો. તેમ જ બોલેરોમાં પશુને કતલખાને લઈ જવાના ઈરાદે નીકળતા ગુનો કર્યો હતો. જેથી તેમણે બોલેરો અને આરોપી છનાભાઈને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા અને ફરિયાદ દાખલ કરી હતી. જે મામલે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતનાં સમાચાર જોવા માટે અહી ટચ કરો 
ગાંધીનગર જિલ્લાના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

 

વાંકાનેરના રાતીદેવળી ગામે ગેરકાયદેસર ગૌવંશને લઈ જતા બે ઈસમોને ગૌરક્ષકોની ટીમે ઝડપ્યા