- હિઝબુલ્લાહે તેના નવા નેતાની પસંદગી કરી છે. નાયબ સચિવ નઈમ કાસિમને હસન નસરાલ્લાહના ઉત્તરાધિકારી તરીકે પસંદ કરવામાં આવ્યા
- ઈઝરાયેલના હુમલામાં હસન નસરાલ્લાહ માર્યો ગયો હતો
ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયેલા હિઝબુલ્લાના નેતા હસન નસરાલ્લાહના મોત બાદ હવે સંગઠને તેના નવા નેતાની પસંદગી કરી છે. નાયબ સચિવ નઈમ કાસિમને હસન નસરાલ્લાહના ઉત્તરાધિકારી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નઈમ કાસિમ હાલ ઈરાનમાં છે.ઈઝરાયેલના હુમલામાં હસન નસરાલ્લાહ અને હાશેમ સફીદ્દીન સહિત હિઝબુલ્લાના ટોચના નેતાઓ માર્યા ગયા છે. એવું માનવામાં આવતું હતું કે કાસિમ ઇઝરાયેલનું આગામી નિશાન બની શકે છે.ઈઝરાયેલે હિઝબુલ્લાહના ટોચના નેતૃત્વને લગભગ ખતમ કરી નાખ્યું છે. માર્યા ગયેલા નેતાઓમાં હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહનો પણ સમાવેશ થાય છે.અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાં માટે અહીં ટચ કરો
સ્થાપક સભ્યોમાં ફૌદ શુકર, ટોચના કમાન્ડર અલી કરાકી, સેન્ટ્રલ કાઉન્સિલના ડેપ્યુટી ચીફ નબિલ કોક, ડ્રોન યુનિટના વડા મોહમ્મદ સરૌર, મિસાઇલ યુનિટના વડા ઇબ્રાહિમ કુબૈસી, ઓપરેશન કમાન્ડર ઇબ્રાહિમ અકીલ અને વરિષ્ઠ કમાન્ડર મોહમ્મદ નાસીરનો સમાવેશ થાય છે.ઇઝરાયેલના હવાઈ હુમલામાં હિઝબુલ્લાના નેતા હસન નસરાલ્લાહના મૃત્યુ પછી કાસિમે ત્રણ ભાષણો આપ્યા છે. પ્રથમ ભાષણ બેરૂતમાં રેકોર્ડ કરવામાં આવ્યું હતું,જ્યારે બીજું અને ત્રીજું ભાષણ તેહરાનમાં આપવામાં આવ્યું હતું. 15 ઓક્ટોબરના રોજ, કાસિમે ઇઝરાયેલને ચેતવણી આપી હતી કે જ્યાં સુધી યુદ્ધવિરામ ન થાય ત્યાં સુધી હિઝબુલ્લાહ તેની કામગીરી બંધ કરશે નહીં.નઇમ કાસિમ હિઝબુલ્લાહના શરૂઆતના સભ્યોમાંથી એક છે. 1970 ના દાયકામાં, તેણે લેબનીઝ યુનિવર્સિટીમાં રસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યો. આ સાથે તેણે ઇસ્લામિક વિદ્વાન આયતુલ્લા મોહમ્મદ હુસૈન ફદલ્લાહ હેઠળ ધાર્મિક અભ્યાસ પણ કર્યો.1974 થી 1988 સુધી, નઈમ કાસિમે ઇસ્લામિક ધાર્મિક શિક્ષણ માટેના સંગઠનના વડા તરીકે સેવા આપી હતી. કાસિમ હિઝબુલ્લાહના સ્કૂલોના નેટવર્ક પર નજર રાખતો હતો. 1991માં તેઓ ગ્રુપના ડેપ્યુટી સેક્રેટરી જનરલ તરીકે ચૂંટાયા. તે હિઝબુલ્લાહની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય છે જેને શૂરા કાઉન્સિલ કહેવાય છે.
ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો .
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો