Sports

ઓસ્ટ્રેલિયા 348 દિવસ બાદ હાર્યું, ઇંગ્લેન્ડ ડકવર્થ-લુઇસના નિયમથી 46 રને જીત્યું

ઓસ્ટ્રેલિયા 348 દિવસ બાદ હાર્યું, ઇંગ્લેન્ડ ડકવર્થ-લુઇસના નિયમથી 46 રને જીત્યું
- ઓડીઆઈ ક્રિકેટમાં વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની જીત આખરે અટકી ગઈ છે. 
એક વર્ષથી સતત જીત મેળવી રહેલા કાંગારૂઓને આ વખતે ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો છે

ન્યૂદિલ્હી, બુધવાર 

  ઓડીઆઈ ક્રિકેટમાં વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની જીત આખરે અટકી ગઈ છે. લગભગ એક વર્ષથી સતત જીત મેળવી રહેલા કાંગારૂઓને આ વખતે ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો છે. ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 5 મેચની વનડે શ્રેણીની ત્રીજી મેચમાં હરાવ્યું હતું. સતત 14 જીત બાદ ઓસ્ટ્રેલિયાની આ પ્રથમ હાર છે. હેરી બ્રુકે કેપ્ટન તરીકે ઈંગ્લેન્ડ માટે પ્રથમ સદી ફટકારી હતી. તે 110 રન બનાવીને અણનમ રહ્યો હતો.

 મંગળવારે ચેસ્ટર-લે-સ્ટ્રીટ ખાતે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ODI મેચ રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં 304 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડે  તોફાની બેટિગ કરી હતી. . યજમાન ઈંગ્લેન્ડને ખબર હતી કે વરસાદ ગમે ત્યારે આવી શકે છે. આ કારણે તેણે ઝડપી બેટિંગ પણ કરી હતી. ઇંગ્લિશ કેપ્ટન હેરી બ્રુકે શરૂઆતની વિકેટો પડવાની પણ પરવા કરી ન હતી અને ઝડપી રન બનાવ્યા હતા. પરિણામ: જ્યારે 38મી ઓવરમાં વરસાદ આવ્યો, ત્યારે ઇંગ્લેન્ડ ડકવર્થ-લુઇસ નિયમ હેઠળ લક્ષ્ય કરતાં 46 રન આગળ હતું. આ રીતે તેણે 46 રનથી મેચ જીતી લીધી હતી.

 ઓસ્ટ્રેલિયાને 348 દિવસ બાદ ODI ક્રિકેટમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા તેને આઈસીસી વર્લ્ડ કપ 2023માં દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ઈંગ્લેન્ડે પણ ઓસ્ટ્રેલિયાને હરાવીને 5 મેચની શ્રેણીમાં વાપસી કરી લીધી છે. જો કે આ જીત બાદ પણ તે 1-2થી પાછળ છે. જો યજમાન ટીમે શ્રેણી જીતવી હોય તો તેને બાકીની બંને મેચ જીતવી પડશે. ઓસ્ટ્રેલિયા એક મેચ જીતીને પણ સિરીઝ જીતી શકે છે.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો

ઓસ્ટ્રેલિયા 348 દિવસ બાદ હાર્યું, ઇંગ્લેન્ડ ડકવર્થ-લુઇસના નિયમથી 46 રને જીત્યું