![વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવામાં પ્રવાસીઓને રહેશે સરળતા, સરકાર હાઈસ્પીડ કોરીડોરને કરશે ડેવલપ](https://weunetwork.com/public/news/1724053911_e43e20ffe8a29f1cfd1d.jpg)
- વડોદરાથી SOU હાઇસ્પીડ કોરીડોર બનશે
- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 382 કરોડ રૂપિયા ફાળવ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વધુ એક વિકાસલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવામાં પ્રવાસીઓને હવે આસાની રહેશે, CM ભૂપેન્દ્ર પટેલે 382 કરોડ રૂપિયા હાઈસ્પીડ કોરીડોરને લઈ ફાળવવા મંજૂરી આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પ્રવાસન સ્થળ તરીકે ખ્યાતિ પ્રાપ્ત સ્ટેચ્યુ ઓફ યુનિટી, એક્તા નગર સાથે વડોદરાને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવાના કામો માટે રૂપીયા 381.16 કરોડની મંજૂરી આપી છે.રોટલી વણવાનું કામ કરતી માતાનો દીકરો સફીન હસન કેવી રીતે IPS બન્યો : યુવા પેઢી માટે કહી બહુ મોટી વાત : સંતાનોના માતા-પિતા આ વિડીયો ખાસ જોવો જોઈએ આ વિડીયો જોવા માટે આ લીંક પર ટચ કરો
PM મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી” સરદાર સરોવર નર્મદા બંધ-એક્તા નગરમાં નિર્માણ પામી છે.આ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એક્તા નગરનું સમગ્ર પરિસર અનેક પ્રવાસન આકર્ષણો સાથે વિશ્વ ભરના પ્રવાસીઓનું કેન્દ્ર બન્યું છે અને મોટા પાયે ટુરીસ્ટ અહિં આવતા રહે છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવામાં સરળતા રહે સાથો સાથ સમય અને ઈંધણનો બચાવ થાય અને સમગ્ર ક્ષેત્રના ટુરીઝમ વિકાસને વેગ મળે તે હેતુથી આ હાઈસ્પીડ કોરીડોરના નિર્માણની મંજૂરી આપી છે.
CMએ આપેલી આ મંજૂરીના પરીણામે હાઈસ્પીડ કોરીડોરના ફેઝ-૧ની કામગીરી અન્વયે વડોદરા નેશનલ હાઈવે 48 જંક્શન થી વુડા હદ સુધી છ-માર્ગીય રોડ તથા બંને બાજુ સર્વિસ રોડની કામગીરી, વુડા હદ થી ડભોઇ સુધીની લંબાઇ પૈકી બાકી રહેલ 2.5 કી.મી. લંબાઇમાં સ્ટાન્ડર્ડ ચાર માર્ગીયકરણની કામગીરી હાથ ધરવામાં આવશે.એટલું જ નહી, આ કામગીરીમાં બે અન્ડરપાસ અને બે એલીવેટેડ કોરીડોર પણ નિર્માણ થશે. તદનુસાર રતનપુર ચોકડી ઉપર તથા થુવાવી જંક્શન ઉપર 6 માર્ગીય વ્હિકલ અન્ડરપાસ, તેમજ કેલનપુર ગામમાં અને સિનોર ચોકડી ઉપર 4 માર્ગીય એલીવેટેડ કોરીડોરની કામગીરીનો પણ સમાવેશ થશે.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો
ગુજરાતતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો .
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો
![વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવામાં પ્રવાસીઓને રહેશે સરળતા, સરકાર હાઈસ્પીડ કોરીડોરને કરશે ડેવલપ](https://weunetwork.com/public/ad/1731362115_31f03b1a0efde4bf7ab5.jpeg)