District

નર્મદે સર્વદે : સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો, વિવિધ ગામોને કરાયા એલર્ટ

નર્મદે સર્વદે : સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો, વિવિધ ગામોને કરાયા એલર્ટ

- નર્મદા ડેમની જળસપાટી 135.76 મીટરે 
- ઉપરવાસમાંથી પાણીની આવક 141131 ક્યૂસેક
- ડેમમાં 3841.63 MCM લાઇવ સ્ટોરેજ પાણી

નર્મદા, મંગળવાર

 નર્મદા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. જેમાં નર્મદા ડેમની જળસપાટી 135.76 મીટરે પહોંચી છે. સરદાર સરોવર નર્મદા ડેમ 90 ટકા ભરાયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક 14,1131 ક્યૂસેક થઇ ગઈ છે. આપને જણાવી દઇએ કે ડેમમાં 3841.63 MCM લાઇવ સ્ટોરેજ પાણી છે. નર્મદા ડેમ મેક્સિમમ સપાટીથી માત્ર 2.92 મીટર દૂર છે. જેમાં અસરગ્રસત થતા ગામોને એલર્ટ કરાયા છે.રોટલી વણવાનું કામ કરતી માતાનો દીકરો સફીન હસન કેવી રીતે IPS બન્યો : યુવા પેઢી માટે કહી બહુ મોટી વાત : સંતાનોના માતા-પિતા આ વિડીયો ખાસ જોવો જોઈએ આ વિડીયો જોવા માટે આ લીંક પર ટચ કરો

 નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ પણ નર્મદા ડેમના 9 દરવાજા ખુલ્લા છે. તેમજ નર્મદા ડેમના 9 દરવાજા 2.1 મીટર ખોલાયા છે. નર્મદા નદીમાં 201831 ક્યૂસેક પાણી છોડાઇ રહ્યું છે. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના ખેડૂતો અને નાગરિકોને નર્મદાનું પાણી પહોંચાડવા એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. નર્મદા બંધના ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને પરિણામે સરદાર સરોવર બંધમાં પાણીનો આવરો વધ્યો છે, તેમાંથી આ પાણી ઉત્તર ગુજરાતના તળાવોમાં પહોંચાડવામાં આવશે.

 ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓના કુલ 952 તળાવોને જુદીજુદી 13 પાઈપલાઈનો મારફતે નર્મદાનું પાણી આપવાનું રાજ્ય સરકારે મુખ્યમંત્રીના દિશાદર્શનમાં આગોતરું આયોજન કર્યું છે. હાલ આ પાઈપ લાઈનો દ્વારા 1 હજાર ક્યુસેક્સ પાણીનું ઉદવહન કરીને આ તળાવોમાં પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી છે. તે ક્રમશ: વધારીને 2400 ક્યુસેક્સ પાણીનું ઉદવહન કરીને ઉત્તર ગુજરાતના આ તળાવોમાં આગામી દિવસોમાં પહોંચાડવામાં આવશે.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવાઅહી ટચ કરો 

નર્મદે સર્વદે : સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો, વિવિધ ગામોને કરાયા એલર્ટ