District

પતિના આડાસંબંધો અંગે સવાલ કરતા પરિણીતા પર ત્રાસ ગુજારાયો, પતિ સહિત સસરા, દિયર સામે ફરિયાદ

પતિના આડાસંબંધો અંગે સવાલ કરતા પરિણીતા પર ત્રાસ ગુજારાયો, પતિ સહિત સસરા, દિયર સામે ફરિયાદ

- પરિણીતાએ પોતાના પિયરમાં આવી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી
- પીડિતાના પતિને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ બાબતે પરિણીતાએ પુછતા તેણીની પર ત્રાસ ગુજારવામાં આવતો હોવાથી પરિણીતાને પોલીસનો સહારો લેવો પડ્યો

ગાંધીનગર, શનિવાર 

  પરિણીતાઓ પર અત્યાચારના બનાવો કુદકેને ભૂસકે વધી રહ્યા છે. ત્યારે ગાંધીનગરની પરિણીતાએ પોતાના પતિ અને સાસરીયા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પીડિતાના પતિને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ બાબતે પરિણીતાએ પુછતા તેની પર ત્રાસ ગુજારવામાં આવતો હોવાથી પરિણીતાને પોલીસનો સહારો લેવો પડ્યો છે. ગાંધીનગરના વાવોલ ખાતે રહેતી પરણીતાએ પેથાપુર ખાતે રહેતા સાસરીયા વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશન ગાંધીનગરમાં ફરિયાદ નોંધાવી છે. પરણીતાના પતિને આડા સંબંધો હોવાથી શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા હોવાથી પતિ તેમજ સસરા અને દિયર વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશન ગાંધીનગર ખાતે ફરિયાદ નોંધાવી છે.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

  તેઓ તેમના પતિ, દિયર અને સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમના લગ્ન 30. 3. 2000 ના રોજ પાલજ ગામના નરેન્દ્રસિંહ સાથે સમાજના રીતરિવાજ મુજબ થયેલ. અને લગ્નથી તેમને સંતાનમાં બે દીકરીઓ છે. તેમજ લગ્ન બાદ આજ સુધી તેમનું લગ્ન જીવન સારું ચાલતું હતું. તેઓ તેમના પતિ, તેમજ સાસુ સસરા જોડે પેથાપુર ખાતે રહેતી હતી. અને ત્રણ વર્ષ અગાઉ તેમના સાસુનું અવસાન થયેલ ત્યારબાદ તેમના પતિ નરેન્દ્રસિંહ તેમને ઘરકામ બાબતે તેમને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. અને તેમના પતિને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો હોય જેથી તેમના પતિ નરેન્દ્રસિંહ ઘરે બે ત્રણ દિવસે આવતા આથી તેઓ તેમને પૂછે ત્યારે તેમના પતિ એકદમ જવાબ આપતા કે હું ક્યાં જઉ, શું કરું તે તારે મને નહિ પૂછવાનું તેમ કહી તેમની સાથે ગાળો બોલી ઝઘડો કરી તેની સાથે મારઝૂડ કરતા. આ બાબતે તેમના સસરા ભગતસિંહને કહેલ તો તેઓ પણ તેમના પતિનો પક્ષ લેતા હતા. તેમના પતિને કહેવાને બદલે ગાળો બોલતા..આથી તેમના પતિ નરેન્દ્રસિંહને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોય જેથી તેને તેના પતિ ગાળો બોલી તેમની સાથે ઝઘડો કરેલ. અને તેમના પતિ, સસરા તેમજ દિયર તેમને શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાથી તેઓએ ગાંધીનગર મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. અને પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

પતિના આડાસંબંધો અંગે સવાલ કરતા પરિણીતા પર ત્રાસ ગુજારાયો, પતિ સહિત સસરા, દિયર સામે ફરિયાદ