![રક્ષા કરજે મા... મા નર્મદાને 1100 ફૂટની ચૂંદડી અર્પણ, હિલોડે ચડ્યા ગ્રામજનોના મન](https://weunetwork.com/public/news/1708078098_efc0ebfde369d8253b23.jpg)
- છ મહિના પહેલા નદીમાં પૂર આવતા ડૂબી ગયું હતું આ ગામ
- દસથી વધુ નૌકાની મદદ લઈ સાડી અર્પણ કરાઈ
માંગરોળ, શુક્રવાર
દર વર્ષની જેમ આ વર્ષે પણ નર્મદા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. તેવામાં શુક્રવારે નર્મદા કિનારે આવેલા માંગરોળ ગામમાં નર્મદા જયંતિની ઉજવણીના અદભૂત દ્રષ્યો સર્જાયા હતા. નર્મદા જયંતિ 2024 નિમિત્તે મા નર્મદાન 400 મીટર લાંબી એટલે કે આશરે 1100 ફૂટ લાંબી સાડી અર્પણ કરવામાં આવી. આ સાથે જ નર્મદા મૈયાનું પુજન પણ કરવામાં આવ્યું હતું. માંગરોળના લોકોએ ભેગા મળી મહાપૂજા કરી હતી. જો કે 1100 ફૂટની ચૂંદડી અર્પણનો કાર્યક્રમ ભવ્ય બની રહ્યો હતો.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર
ભારતમાં એકમાત્ર જે પવિત્ર નદીની પરિક્રમા થાય છે એ નર્મદા મૈયાની શુક્રવારે જન્મ જયંતી હતી. તેવામાં આ ખાસ પ્રસંગ નિમિત્તે માંગરોળ ગામમાં શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં ભેગા થઈને નર્મદામૈયાને 1100 ફૂટ લાંબી સાડી અર્પણ કરી હતી. ‘નમામિ દેવી નર્મદે’ ના જયઘોષ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો અને શ્રદ્ધાળુઓ ભેગા થઈને નર્મદા મૈયાને સાડી અર્પણ કરવા માટે નર્મદા કિનારે પહોંચ્યા હતા. તેમજ ગ્રામજનોના મન હિલોડે ચડ્યા હતા.
મા નર્મદાને ચૂંદડી અર્પણ કરવામાં આવી એ દ્રશ્યો દરેક માટે અદભૂત બની રહ્યા હતા. હાથોહાથ કતાર કરીને નર્મદા મૈયાને સાડી અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. દસથી વધારે નૌકાઓની મદદ લઇ શ્રધ્ધાળુઓ નાવડીમાં બેસી નર્મદા મૈયાને સાડી અર્પણ કરી હતી. આ દ્રશ્યો જોનારને વર્ષ 2018માં આવેલી ગુજરાતી ફિલ્મ રેવાનું દ્રશ્ય યાદ આવી ગયું હતું જ્યાં ફિલ્મના અંતમાં નર્મદા નદીને ચુંદડી અર્પણ કરવાનો કાર્યક્રમ બતાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ એ જ માંગરોળ ગામ છે, જે 6 મહિના પહેલામાં નર્મદા નદીમાં આવેલા પૂરને કારણે ડૂબી ગયું હતું. પૂરના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન પણ થયું હતું. આ ગામના લોકો મા નર્મદા પ્રત્યે અપાર શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે. દર જયંતીએ મા નર્મદાની પૂજા કરી ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો
ગુજરાતના સમાચાર વાંચવા અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો
ખેડા, આણંદ જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો
અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો
![રક્ષા કરજે મા... મા નર્મદાને 1100 ફૂટની ચૂંદડી અર્પણ, હિલોડે ચડ્યા ગ્રામજનોના મન](https://weunetwork.com/public/ad/1731361656_9f19a6e22d96782e2a6a.jpeg)