District

બસ-રેલવે સ્ટેશનની જેમ એરપોર્ટ ઉપર વિદ્યાર્થી બનીને ફ્લાઇટ ટિકિટના પૈસા માગતો ઠગ ઝડપાયો

બસ-રેલવે સ્ટેશનની જેમ એરપોર્ટ ઉપર વિદ્યાર્થી બનીને ફ્લાઇટ ટિકિટના પૈસા માગતો ઠગ ઝડપાયો

- આંધ્ર પ્રદેશનો યુવક CISFના સકંજામાં

અમદાવાદ, ગુરુવાર 

 સામાન્ય રીતે એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં બસ સ્ટેશન અથવા રેલવે સ્ટેશન ઉપર મુસાફરો પાસેથી કોઈ કારણોસર રૂપિયા પડાવતા ઠગ ઝડપાયાં છે, પરંતુ હવે આ પ્રકારની ઘટના એરપોર્ટ ઉપર પણ બનવા લાગી છે. આવું જ કંઈક સવારે અમદાવાદ એરપોર્ટ ઉપર બન્યું હતું. જેમાં સીઆઇએસએફને બાતમી મળતા એક યુવકને ઝડપી પાડવામાં આવ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો હતો. આ યુવક દ્વારા અનેક વખત લોકોને છેતરપિંડીનો શિકાર બનાવવામાં આવ્યા છે. આ યુવક મૂળ આંધ્રપ્રદેશનો છે અને અગાઉ બે વખત દેશના વિવિધ એરપોર્ટ ઉપર છેતરપિંડી આચરી ચુક્યો છે. તેને ફરવાનો ખૂબ શોખ હોવાથી આ પ્રકારે લોકો પાસે પૈસાની માંગણી કરીને છેતરપિંડી આચરતો હતો.ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા તાલુકાના નાના મોટા સમાચારની લીંક મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ કરો અને મેળવો તમામ સમાચાર

  એરપોર્ટ પર હાજર સીઆઈએસએફ દ્વારા બાતમીને આધારે મોડેલા વેંકટ દિનેશકુમાર નામના વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર મૂળ આંધ્રપ્રદેશના મોડેલા વેંકટ દિનેશકુમાર 23 વર્ષનો યુવક છે. આ યુવકને ફરવાનો ખૂબ શોખ છે તેથી તે એક વિદ્યાર્થી તરીકે પોતાની ઓળખ આપીને એરપોર્ટ પર મુસાફરી કરતાં મુસાફરોને છેતરતો હતો. આજરોજ ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ 6E7145 દ્વારા અમદાવાદથી જયપુર અને જયપુરથી ચેન્નઈ જઈ રહેલા આર અધવન નામના મુસાફર સાથે છેતરપિંડી કરવા બદલ અમદાવાદના સ્થાનિક પોલીસ દ્વારા આરોપીને એરપોર્ટ ઉપરથી સીઆઇએસએફની મદદથી પકડી પાડવામાં આવ્યો હતો.

 જેમાં આરોપી વેંકટ દિનેશકુમાર પોતે એક વિદ્યાર્થી તેમ જણાવીને આર અધવન મુસાફર સાથે મિત્રતા કેળવી હતી. ત્યાર બાદ પોતાની જાળમાં ફસાવીને રૂપિયા 18,800 પડાવ્યા હતા. આ સમગ્ર ઘટના દરમિયાન આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.ઉલ્લેખનિય છે કે, આરોપી દ્વારા આ પ્રકારનું કાવત્રુ પ્રથમ વખત ઘડવામાં આવ્યું ન હતું. અગાઉ પણ બે વખત આ જ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને એક મહિલા સાથે છેતરપિંડી આચરી ચુક્યો છે. જેમાં આરોપીએ 3 એપ્રિલ 2024ના રોજ સંજન ચંદ્રવંશી નામની મહિલા મુસાફર સાથે પોતે એક કોલેજ વિદ્યાર્થી છે અને પૈસાની જરૂર હોવાનું કહીને 27,360 રૂપિયા પડાવી ચૂક્યો છે. CIW ટીમ દ્વારા કેસની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી અને CASO(ચીફ એરપોર્ટ સિક્યોરિટી ઓફિસર) ASG (એરપોર્ટ સિક્યોરિટી ગ્રુપ) અમદાવાદ સાથે ઇનપુટ્સ શેર કરવામાં આવ્યા હતા.

  આરોપીને એરપોર્ટ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. વધુમાં આરોપી મોડેલા વેંકટ દિનેશ કુમારની પૂછપરછમાં તે એક રીઢો છેતરપિંડી કરનાર હોવાનું બહાર આવ્યું હતું. જેને વિવિધ એરપોર્ટ એટલે કે નવી દિલ્હી, કોલકાતા, બેંગ્લોર અને મુંબઈ પર ઘણી વખત અટકાયતમાં લેવામાં આવ્યો હતો અને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. તેને મુસાફરી કરવાનો શોખ છે અને મુસાફરી માટે ટિકિટ બુક કરાવવા માટે અન્ય મુસાફરો સાથે છેડછાડ કરે છે. હાલમાં આરોપી દ્વારા બે ગુનાઓની કબૂલાત કરવામાં આવી છે. એક જ મહિનાના સમયગાળામાં બંને ગુનાઓમાં મળીને અત્યાર સુધીમાં તેણે કુલ 46,160 રૂપિયાની છેતરપિંડી આચરી છે.ગુજરાત, દેશ અને વિશ્વભરના સમાચાર તમારા વૉટ્સએપમાં મેળવવા માટે આ લીંક પર ટચ કરો અને અમારા ગ્રુપના સભ્ય બનો

ગુજરાતના નાના મોટા સમાચાર વાંચવા અહી ટચ કરો 
અમદાવાદના સમાચાર વાંચવા માટે અહી ટચ કરો
ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલમાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
સાબરકાંઠા, અરવલ્લી જીલ્લામાં શું બન્યું તે જાણવા આ લિન્ક ઓપન કરો
રાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 

આંતરરાષ્ટ્રીય સમાચાર જોવા માટે અહી ટચ કરો 
સ્પોર્ટ્સ સમાચાર જોવા માટે અહી ટચ કરો 
મનોરંજનના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
બીઝનેસના સમાચાર જોવા માટે અહી ટચ કરો 
.
સ્વતંત્રતા ભારત @ 75ના સમાચાર જોવા માટે અહી ટચ કરો 

અપરાધની વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અવનવી વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
ધાર્મિક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
એજ્યુકેશન વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
આરોગ્ય વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 
અનર્થ વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો 

અતિરેક વિશેષ સ્ટોરી જોવા માટે અહી ટચ કરો
પ્લે-સ્ટોરમાંથી "WEU NETWORK" ની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ટચ કરો
યૂટ્યૂબ ચેનલ જોવા અહી ટચ કરો 
ફેસબુક પેજ પર અમને ફોલો કરવા અહી ટચ કરો
ટ્વિટર પર અમને ફોલો કરવા અહી ટચ કરો

બસ-રેલવે સ્ટેશનની જેમ એરપોર્ટ ઉપર વિદ્યાર્થી બનીને ફ્લાઇટ ટિકિટના પૈસા માગતો ઠગ ઝડપાયો